File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી અને પેટાચૂંટણીના જંગ વચ્ચે અચાનક ભાજપ પ્રદેશ પ્રમુખને દિલ્હીથી તેડું આવ્યુ છે. જેને લઇ તેઓ દિલ્હી પહોંચ્યા હોવાથી પેટાચૂંટણીની આગામી રણનિતિ તૈયાર થઇ શકે તેમ હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે. ભાજપના આંતરિક સર્વેમાં પેટાચૂંટણી આઠ બેઠકો હારવાના પરિણામ આવ્યા હોવાને કારણે હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત C R પાટીલને કચ્છનો પ્રવાસ રદ્દ કરીને તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું ગાંધીનગરમાં ચર્ચાઈ રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતની આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ભાજપની હાર થતી હોવાનું આંતરિક સર્વેમાં સામે આવ્યુ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આ દરમ્યાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કચ્છનો પ્રવાસ તાબડતોડ રદ્દ કરી દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. ભાજપના આંતરિક સર્વેમાં પેટાચૂંટણી આઠ બેઠકો હારવાના પરિણામ આવ્યા હોવાને કારણે હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત C R પાટીલને કચ્છનો પ્રવાસ રદ કરીને તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું ગાંધીનગરમાં ચર્ચાઈ રહ્યું છે. પાટીલ હાલ તો દિલ્હી પહોંચ્યા છે જ્યાં ગુજરાતમાં પેટાચૂંટણીની આગામી રણનીતિ તૈયાર થઈ શકે તેમ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખુદ પાટીલ અને સ્થાનિક કાર્યકરો તેમજ દિલ્હી હાઈકમાન્ડના વિચારો અલગ-અલગ દિશાઓમાં ફંટાઈ રહ્યા છે અને એના લીધે જ ભાજપને પેટાચૂંટણીમાં હાર મળી શકે તેમ છે. ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત સમાજવાદી પાર્ટી, ભારતીય જન પરિષદ, બહુજન મહાપાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, અખિલ ભારતીય સભા, ભારતીય ટ્રાયબલ પાર્ટી, ઈન્ડિયન એલાયન્સ પાર્ટી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code