બ્રેકિંગ@ગુજરાત: રાધનપુર અને બાયડ વિધાનસભાની પેટાચૂંટણી આવશે

અટલ સમાચાર, મહેસાણા રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મેન્ડેડથી ચુંટાયેલા બે ધારાસભ્યોએ ક્રોસવોટીગ કર્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ગુજરાતમાં ફરી એકવાર પેટા ચૂંટણી આવશે. જેનાથી રાધનપુર અને બાયડ બેઠકમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભારે કશ્મકશભરી ગુજરાતની બે રાજ્યસભાની બેઠક માટે મતદાન પૂર્ણ થયું છે. જેમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ચુંટાયેલા બે ધારાસભ્યોએ
 
બ્રેકિંગ@ગુજરાત: રાધનપુર અને બાયડ વિધાનસભાની પેટાચૂંટણી આવશે

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મેન્ડેડથી ચુંટાયેલા બે ધારાસભ્યોએ ક્રોસવોટીગ કર્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ગુજરાતમાં ફરી એકવાર પેટા ચૂંટણી આવશે. જેનાથી રાધનપુર અને બાયડ બેઠકમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

ભારે કશ્મકશભરી ગુજરાતની બે રાજ્યસભાની બેઠક  માટે મતદાન પૂર્ણ થયું છે. જેમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ચુંટાયેલા બે ધારાસભ્યોએ ક્રોસવોટીગ કરી ભાજપને ફાયદો કરાવ્યો છે. જેનાથી કોંગ્રેસ લાલઘૂમ બની બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિચારી રહી છે.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસવોટીગ બાદ ધારાસભ્યના હોદ્દાથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને ધારાસભ્યો આગામી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. આ તરફ રાધનપુર અને બાયડ બેઠક ખાલી પડતાં ફરી એકવાર પેટા ચૂંટણી આવશે.

ભાજપમાં શું મળશે ?

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ગણતરીના દિવસોમાં ભાજપમાં જોડાઈ જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરને મંત્રીપદ અને ધવલસિંહ ઝાલાને પણ નિગમની સત્તા મળે તેવી સંભાવના છે. રાજ્યસભા ચૂંટણી પહેલાં બંને ધારાસભ્ય અને ભાજપ વચ્ચે ચર્ચાને અંતે આ ઘટનાક્રમ થઈ રહ્યાનું મનાય છે.