બ્રેકીંગ@ગુજરાત: પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર 18 હજાર મતોથી આગળ, ભાજપાના ભરતસિંહ મુંઝવણમાં

 
ચંદન ઠાકોર

પાટણ લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા બેઠકો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પાટણમાં ભાજપ સાથે ખેલ થવા જઈ રહ્યો તેમ લાગી રહ્યું છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર 18 હજારથી વધુ મતોની લીડથી આગળ જોવા મળી રહ્યા છે. તેમની સામે ભાજપમાંથી ભરતસિંહજી ડાભી લગાતાર પાછળ જઈ રહ્યા છે. ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત, કરિણસિંહ ઠાકોર સહિત અનેક ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં પણ જોડાયા હતા.

 

ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચાર સમયે પોતાની પાઘડી ઉતારીને લોકો પાસેથી તેમના મત માંગ્યા હતા. આ રીતનો અનોખો પ્રચાર તેમના માટે ખૂબ જ ફાયદાકારક બની રહ્યો તેવું લાગી રહ્યું છે.પાટણ લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યનો મહત્વનો મતદારક્ષેત્ર છે. આ અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક છેલ્લી પાંચ ચૂંટણીમાં બે વખત કોંગ્રેસ અને ત્રણ વખત ભાજપે જીતી છે. ઠાકોર, એસસી, ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. પાટણ લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા બેઠકો છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ફરી પાટણથી વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.