રીપોર્ટ@ગુજરાત: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડુ, ભાભર નગરપાલિકાની કુલ 24 બેઠકો પર ભાજપનો વિજય
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કૉંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું હતું. ભાભર નગરપાલિકામાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે. કોંગ્રેસ સાંસદના વિસ્તારમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. ભાભર નગરપાલિકાના છ વોર્ડની કુલ 24 બેઠકો પર ભાજપે વિજય નોંધાવ્યો છે.
ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર, 260 તાલુકા પંચાયતની કુલ 552 બેઠકો પર ભાજપનો વિજય નોંધાયો છે, જ્યારે કૉંગ્રેસને 87 બેઠકો મળી છે. 84 નગરપાલિકાની 586 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસને માત્ર 57 બેઠકો મળી છે. તે ઉપરાંત 34 જિલ્લા પંચાયતની 127 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે કૉંગ્રેસને માત્ર 7 બેઠકો પર જીત મળી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગણદેવી નગરપાલિકાનું પ્રથમ પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગણદેવી નગરપાલિકાની તમામ 24 બેઠકો પર કમળ ખીલ્યું છે અને ભાજપે ક્લિનસ્વીપ કરી લીધી છે.

