બ્રેકીંગ@ગુજરાત: કોંગ્રેસ એક બેઠક પર આગળ, રાજકોટમાં પરશોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ

 
Chutani

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આ વખતે, જ્યારે ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે ત્રીજી વખત સરકાર બનાવવાનો વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે  સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. ત્યારે 25 બેઠકોના પરિણામ આજે સૌની નજર રહેશે.

ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી આગળ, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર આગળ,  ગુજરાતમાં 23 બેઠક પર ભાજપ અને બે બેઠકો પર ઈન્ડિયા ગઠબંધન આગળ,નવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ 10 હજાર મતોથી આગળ જ્યારે સૌથી ચર્ચાસ્પદ રહેલી રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. પરશોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.શરુઆતના વલણોમાં બારડોલી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર આગળ, કચ્છથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતમાં ભાજપ 16 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહી છે.ખેડા બેઠક પરથી દેવસિંહ ચૌહાણ, જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાં આગળ ચાલી રહ્યા છે.  તો પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે.પંચમહાલમાં ભાજપના રાજપાલસિંહ જાદવ આગળ તો પોરબંદર બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આગળ ચાલી રહ્યા છે.

હાલ શરુઆતના વલણ સામે આવી રહ્યા છે.ગુજરાત રાજ્યની મતગણતરી શરુ થઈ ગઈ છે. શરુઆતના વલણોમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે.લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ માટે થોડીવારમાં જ મતગણતરી શરુ થશે અને સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે. ત્યારે ગુજરાત ભાજપ આજે ઉજવણી કરશે નહીં. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને ભાજપ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.