આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે, કોંગ્રેસે રાજીનામું આપનારા પાંચ ધારાસભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે કોંગ્રેસના ચાર અને આજે સવારે એક સહિત પાંચ ધારાસભ્યએ રાજીનામું આપતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાત્કાલિક અસરથી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત કોંગ્રેસે રાજીનામું આપનારા પાંચ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત રાજ્યસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચુંટણી પહેલા કોંગ્રેસ પક્ષના સોમાભાઇ પટેલ, પ્રધુમનસિંહ જાડેજા, જે.વી.કાકડિયા, પ્રવિણભાઇ મારૂ અને મંગળભાઇ જી ગાવિતે રાજીનામું આપ્યુ હતુ. જેને લઇ પક્ષ દ્રારા તાત્કાલિક અસરથી પાંચેયને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે,ગઈકાલે કોંગ્રેસના જેવી કાકડિયા, સોમાભાઈ પટેલ, પ્રદ્યુમન જાડેજા અને પ્રવીણ મારુએ રાજીનામુ આપ્યું હતું. જેના બાદ સતત બીજા દિવસે મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે. કોંગ્રેસે પક્ષમાંથી પાંચેય ધારાસભ્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

26 May 2020, 11:25 AM (GMT)

COVID-19 Global Stats

5,676,416 Total Cases
351,591 Death Cases
2,426,044 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code