આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો હોઇ જેને ધ્યાનમા રાખતાં જીપીએસસી અને માહિતી ખાતાની આગામી શનિવાર અને રવિવારે લેવાનાર પરીક્ષા અંગે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જીપીએસસી દ્રારા એપ્રિલ માસમાં લેવાનાર તમામ લેખિત રીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. આ સાથે માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ: 22/01/2021ના રોજ બહાર પાડવામાં આવી હતી. જોકે હાલની કોરોનાની સ્થિતિ જોતાં આ પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવમામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

માહિતી નિયામક કચેરી હસ્તકની વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી. પરંતુ કોવિડ-19ના વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા સાવચેતીના ભાગરૂપે આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ સાથે જ રાજ્યમાં લેવાનારી જીપીએસસીની પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે. જીપીએસસીના ટ્વિટર હેન્ડલ પર આ જાહેરાત કરવામાં આવી છે.જે આગામી 11 એપ્રિલથી યોજાવાની હતી. તે હવે આગામી સૂચના ન મળે ત્યાં સુધી મોકુફ રાખવામાં આવી છે. કોરના વાયરસના કહેરને જોતા આ તમામ પરીક્ષાઓ હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. આ તરફ પોલીસ ઇન્સપેક્ટ વર્ગ-રની શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટી તેના નિયમ આયોજન મુજબ તા.22 એપ્રિલથી 26 એપ્રિલ સુધી લેવાનું નક્કી કર્યુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code