આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે હવે શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ હોમ ક્વોરન્ટાઈન થયા છે. કોંગ્રેસના આ બન્ને ધારાસભ્યો ઇમરાન ખેડાવાલાના સતત સંપર્કમાં રહ્યાં હતાં. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા ઉપરથી રોજે રોજ વધે જાય છે. કોંગ્રેસના ધારાસભ્ય બાદ હવે કોર્પોરેટર બદ્દરુદ્દીન શેખનો અને ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ અમદાવાદમાં 404 કોરોના પોઝિટિવ કેસ છે અને 30 લોકોના મોત થઈ ચુક્યા છે. તેમજ કોટ વિસ્તારમાં ક્ફર્યુ લાદી દેવામાં આવ્યો. ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

શું કહે છે ખેડાવાલા?

મને કોરોનાના કોઇ લક્ષણ ન હતા. મને બે દિવસ સામાન્ય તાવ આવે તેવો તાવ આવ્યો હતો. સામાન્ય હાથ પગ દુખતા હતાં. એટલે મેં સામાન્ય તાવની દવા લીધી હતી. થોડો ફેર પડ્યો પણ શરદી થઈ ગઈ નાક જામ થઈ ગયુ અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી એટલે મેં રિપોર્ટ કરાવ્યો હતો. આ માટે આરોગ્ય ટીમ ઘરે આવીને મને મળી ગઈ હતી અને મારા સેમ્પલ લઈ ગઈ હતી. ગઈકાલે CM ઓફિસથી ફોન આવ્યો હતો એટલે મળવા ગયો હતો. કોટ વિસ્તાર ક્ફર્યુ બાબતે બેઠક હતી. એટલે હું ગયો હતો. મેં ગઈકાલે વારંવાર હેલ્થ ખાતામાં ફોન કરી કરીને રિપોર્ટ અંગે પૂછપરછ કરી હતી જેમાં મારો રિપોર્ટ છેક ગઈકાલે આઠ વાગ્યે આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઇમરાન ખેડાવાલાના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા મુખ્યમંત્રી સહિત ઇમરાનને મળેલા અન્ય મંત્રીઓ, અધિકારીઓ ઉપરાંતના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઇમરાન સાથેની બેઠક પછી જે જે લોકોને મળ્યા એમની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. તેમના પણ ચેકઅપ થાય તેમ છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ બપોર બાદ જે લોકોને મળ્યા તેમના પણ રિપોર્ટ કાઢવામાં આવે તેમ છે.

મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઇ સામે આવ્યા સૌથી મોટા સમાચાર

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના ઉચ્ચ ડૉ. આર.કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. તેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ જણાવ્યું કે, મુખ્યમંત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી હાલ તેમના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહીં આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની તમામ કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી જ કરશે.

ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે WHOની ગાઈડલાઈન મુજબ CM વિજય રૂપાણી કોઈને મળી શકશે નહીં. ગઈ કાલે બંગલા નંબર 1માં મીટિંગ થઈ હતી અને હવે આજે CM રૂપાણી બંગલા નંબર 26માં હોમ ક્વોરન્ટાઈન થયા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code