આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના જમાલપુર-ખાડિયાના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના નજીકના 30થી વધારે લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ઇમરાન ખેડાવાલાના પરિવારના પાંચ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ ઇમરાન ખેડાવાલા સાથે મુલાકાત કરનાર કૉંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને દરમિયાપુરના કૉંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. આ બંને નેતા એક જ કારમાં ઇમરાન ખેડાવાલા સાથે ગાંધીનગર ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારના સભ્યોને સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ઇમરાન ખેડાવાલાના ભાઈ, ભાભી, બે ભાણી અને ભત્રીજાની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે ખેડાવાલાના સંપર્કમાં આવેલા પાંચ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત માટે એક જ કારમાં ખેડાવાલા સાથે ગાંધીનગર ગયેલા કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ ડૉક્ટરોએ બંનને 14 દિવસ હોમ ક્વૉરન્ટીન રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત બંને નેતાઓનો ચાર દિવસ પછી બીજી વખત રિપોર્ટ કરવામાં આવે છે. સામાન્ય રીતે કોરોનાના લક્ષણો ચાર દિવસ પછી દેખાતા હોવાથી બંને નેતાઓનો ફરીથી રિપોર્ટ કરવામાં આવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code