બ્રેકિંગ@ગુજરાત: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો કોરોના રીપોર્ટ…

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાને લઈને વધુ એક કોંગ્રેસના સભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગઈ કાલે તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. કોંગ્રેસમાં કોરોનાને લઈને થતી મીટીંગોને પગલે ક્યાંક કોરોનાનું સંક્રમણ લાગ્યું તો નથી તે માટે પ્રદેશ પ્રમુખને પણ શંકા જતા તેમણે પણ કોરોના ટેસ્ટ
 
બ્રેકિંગ@ગુજરાત: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો કોરોના રીપોર્ટ…

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાને લઈને વધુ એક કોંગ્રેસના સભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગઈ કાલે તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. કોંગ્રેસમાં કોરોનાને લઈને થતી મીટીંગોને પગલે ક્યાંક કોરોનાનું સંક્રમણ લાગ્યું તો નથી તે માટે પ્રદેશ પ્રમુખને પણ શંકા જતા તેમણે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ ઈમરાન ખેડાવાલા મળ્યા હતા. તો એ સમયે તેઓ પોઝીટીવ હતા કે નહીં તે ખબર ન હોતી એટલે અમિત ચાવડાએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ગઈકાલે અમિત ચાવડાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ ન આવ્યો ત્યાં સુધી થોડી અજંપાભરી સ્થિતિ વચ્ચે આજે અમિત ચાવડાનો રિપોર્ટ આવ્યો છે. તેઓ તંદુરસ્ત છે. તેમનામાં હાલ કોરોનાના કોઈ પોઝીટીવ લક્ષણો નથી. તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.