આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાતમાં ત્યારે કોરોના વાયરસના પગલે લોકડાઉન જેવી સ્થિતિ પ્રવર્તે છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર દ્વારા આજે શિક્ષણજગતને સ્પર્શતી મોટી જાહેરાતો કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે શિક્ષણ મંત્રી સાથે શાળા સંચાલકોની મંડળની મીટિંગ મળી હતી જેના પછી નિર્ણય લેવાયો છે. આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ શાળા ફી વધારો કરશે નહીં. આમ, જે શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે તેમાં કોઇ ફી વધારો નહીં કરવામાં આવે. વાલીઓ માટે આ એક મોટા રાહતના સમાચાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલીગણ જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે. આ સિવાય શિક્ષણ કોલેજો અને યુનિવર્સિટીઓમાં 15મી એપ્રિલથી 16મી મે સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

આ પછી UGC guideline પરીક્ષા લેવામાં આવશે. આ સિવાય 16 એપ્રિલથી ધોરણ 10 અને 12ની આન્સર સીટ તપાસની કામગીરી શરૂ કરવામાં આવશે અને આ વાતનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધ્યાન રાખવામાં આવશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code