બ્રેકિંગ@ગુજરાત: કોરોનાના કહેર વચ્ચે બોર્ડ પરીક્ષા અંગે સરકારનો મોટો નિર્ણય

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસના કહેરની વચ્ચે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણય મુજબ આગામી સૂચના ન મળે ત્યાં સુધી બોર્ડની પરીક્ષાનામધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. સરકારે લૉકડાઉનના પગલે આ મોટું પગલું ભર્યું છે. આ સાથે જ સરકારે મુલ્યાંકન કેંદ્રો બંધ રાખી અને કેંદ્રો પર આગ, પાણી, ઉધઈ
 
બ્રેકિંગ@ગુજરાત: કોરોનાના કહેર વચ્ચે બોર્ડ પરીક્ષા અંગે સરકારનો મોટો નિર્ણય

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસના કહેરની વચ્ચે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણય મુજબ આગામી સૂચના ન મળે ત્યાં સુધી બોર્ડની પરીક્ષાનામધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. સરકારે લૉકડાઉનના પગલે આ મોટું પગલું ભર્યું છે. આ સાથે જ સરકારે મુલ્યાંકન કેંદ્રો બંધ રાખી અને કેંદ્રો પર આગ, પાણી, ઉધઈ વગેરેથી કોઇ નુકશાન ન થાય તેવુ ધ્યાન રાખવુ જરુરી પોલીસ પ્રોટેકશન પણ રાખવા આદેશ આપ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવ ડી.એસ.પટેલે એક પરીપત્ર જાહેર કરી અને મુલ્યાંકન કેન્દ્રના નિયામકને આ નિર્ણય અંગેની જાણકારી આપી છે. અગાઉ 21-3-2020થી 31-3-2020 સુધી બોર્ડના પેપરની મુલ્યાંકનની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જોકે, હવે આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ કામગીરી સ્થગિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.