બ્રેકિંગ@ગુજરાત: સરકારે RTPCR ટેસ્ટના ભાવમાં કર્યો ધરખમ ઘટાડો, જાણો નવા ભાવ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોરોનાના નહીંવત કેસ રહ્યા છે તો સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે ત્યારે સરકારે આજે RTPCR રિપોર્ટના ચાર્જમાં ઘટાડો કર્યો છે. હવે ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ માત્ર 400 રૂપિયામાં થઈ શકશે. પહેલા લેવામાં આવતા ચાર્જમાં 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યમાં હવે
 
બ્રેકિંગ@ગુજરાત: સરકારે RTPCR ટેસ્ટના ભાવમાં કર્યો ધરખમ ઘટાડો, જાણો નવા ભાવ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોનાના નહીંવત કેસ રહ્યા છે તો સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે ત્યારે સરકારે આજે RTPCR રિપોર્ટના ચાર્જમાં ઘટાડો કર્યો છે. હવે ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ માત્ર 400 રૂપિયામાં થઈ શકશે. પહેલા લેવામાં આવતા ચાર્જમાં 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ@ગુજરાત: સરકારે RTPCR ટેસ્ટના ભાવમાં કર્યો ધરખમ ઘટાડો, જાણો નવા ભાવ એક જ ક્લિકે
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

રાજ્યમાં હવે દર્દીના ઘરે જઈને RT-PCR ટેસ્ટ કરવાનો ચાર્જ અગાઉ 900 રૂપિયા હતો. હવે દર્દીના ઘરે જઈને RT-PCRનો ટેસ્ટ કરવાના 550 રૂપિયા થશે. તો એરપોર્ટ પર ટેસ્ટ માટે લેવાતા ચાર્જમાં પણ ઘટાડો કરાયો છે. એરપોર્ટ પર ટેસ્ટિંગના ચાર્જમાં 4 હજારથી ઘટાડીને 2700 કરાયો છે અને સિટી સ્કેનમાં ચાર્જમાં પણ રૂપિયા 500નો ઘટાડો કરીને રૂપિયા 2500 કરાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો