આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ગાંધીનગર

થોડા સમય પહેલાં ગુજરાત સરકારના કર્મચારીઓને કામ કરવા માટે પ્રોત્સાહન મળે આ હેતુસર વિપશ્યના શિબીરમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ હવે આ નિર્ણય માત્ર કાગળનો વાઘ હોય તેવો ઘાટ ઘડાયો છે. વિપશ્યના શિબીર 10 દિવસની યોજાય છે. આ માટે કર્મચારીઓને રજા આપવાની વાત મુકવામાં આવી હતી પણ હવે જાહેર થયેલા પરિપત્રમાં કોઈને પણ રજા નહીં મળે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

નાણા વિભાગે પરિપત્ર જાહેર કરતાં કહ્યું છે કે, આ માટે કોઈ પણ કર્મચારીને ઓન ડ્યૂટી રજા આપવામાં નહીં આવે. આ પહેલા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિની સૂચનાથી ગત્ત વર્ષના છેલ્લા મહિનાની 18મી તારીખે ઉપસચિવ એ.એ.બાદીની સહીથી અલગ અલગ પરિપત્રો જાહેર કરાયા હતા. જેમાં વિપશ્યનાની તાલીમ લેવા માટે 10 દિવસની રજા અને શરીર શુદ્ધિકરણ માટે પંચકર્મની સારવાર હેઠળ આઠ દિવસની સવેતન રજાઓ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જેની સામે નાણા વિભાગ દ્રારા લાલ આંખ કરવામાં આવી છે.

અન્ય વિભાગના કર્મચારીઓએ પણ વિપશ્યના અને પંચકર્મની ઓન ડ્યૂટી રજાઓ આપવાના પોકારો ઉઠ્યા હતા. આ પ્રકારની માગણીને ડામવા માટે નાણા વિભાગના ડે. સેક્રેટરી કે.કે પટેલે ગુરૂવારે તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવો અને અગ્ર સચિવોને આવા કોઈ પણ કામ માટે સવેતન રજા આપવામાં નહીં આવે તેવો પરિપત્ર જાહેર કર્યો અને બાદમાં સુચનાઓ વહેતી કરી હતી. જેથી વિપશ્યના શિબીરમાં મળનારી સવેતન રજાઓ પર હવે નવા વર્ષે પૂર્ણવિરામ મુકાય ચૂક્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code