File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં OBC મતદારોને ખુશ કરવા માટે કોંગ્રેસ વ્યૂહ રચી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે જેના કારણે આ વખતે પ્રદેશ પ્રમુખનો ચહેરો OBC હોય તેવી પ્રબળ સંભાવના છે. ગુજરાત સહિત દેશના 6 રાજ્યોમાં આગામી એકથી દોઢ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એમાંય ગુજરાત અને ઉત્તરપ્રદેશ દેશના રાજકારણમાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્યો છે ત્યારે દિલ્હીમાં અત્યારથી જ ભાજપ હોય કે કોંગ્રેસ બંને પાર્ટીઓમાં દોડધામ વધી ગઈ છે. ભાજપ અત્યારે પહેલા ઉત્તરપ્રદેશ પર ફોકસ કરી રહ્યું છે જ્યારે કોંગ્રેસ દેશના અનેક રાજ્યોમાં પહેલા સંગઠન મજબૂત કરવા માટે કામે લાગ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને કોંગ્રેસ હાઇકમાન્ડમાં ચર્ચા ચાલી રહી છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે, છેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આ રાજીનામાં પડ્યા હોવા છતાં આટલા સમયથી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. આ સિવાય ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધનથી પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને તેમની જગ્યા પર સંગઠનને મજબૂત કરવા માટે નવા કયા ચહેરાને મૂકવામાં આવે તેના પર વિચાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ માટે બે જૂથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં OBC મતદારોને ખુશ કરવા માટે કોંગ્રેસ વ્યૂહ રચી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે જેના કારણે આ વખતે પ્રદેશ પ્રમુખનો ચહેરો OBC હોય તેવી પ્રબળ સંભાવના છે. સૂત્રો દ્વારા માનવામાં આવી રહ્યું છે કે હાલમાં બે નામો પર ચર્ચા થઈ રહી છે. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અર્જુન મોઢવાડીયાનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફાર થાય તે પહેલા દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને તાબડતોબ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. હાઇકમાન્ડ દ્વારા તેડું આવતા હાર્દિક પટેલ આજે જ દિલ્હી જવા રવાના થશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code