બ્રેકિંગ@ગુજરાત: જન્માષ્ટમી-રક્ષાબંધનની ઉજવણી મુદ્દે ગૃહમંત્રીનું નિવેદન, જાણો શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે રાજ્યમાં તહેવારોને લઇ સરકારે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે શ્રાવણ મહિનામાં આવતા તહેવારો મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, તહેવારો મુદ્દે કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે. મેળામાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન થવું મુશ્કેલ છે. કોર કમિટીમાં નિર્ણય લઇ જરૂરી માર્ગદર્શન અપાશે. ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, સાતમ-આઠમ સહિતના તહેવાર
 
બ્રેકિંગ@ગુજરાત: જન્માષ્ટમી-રક્ષાબંધનની ઉજવણી મુદ્દે ગૃહમંત્રીનું નિવેદન, જાણો શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં તહેવારોને લઇ સરકારે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે શ્રાવણ મહિનામાં આવતા તહેવારો મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, તહેવારો મુદ્દે કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે. મેળામાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન થવું મુશ્કેલ છે. કોર કમિટીમાં નિર્ણય લઇ જરૂરી માર્ગદર્શન અપાશે. ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, સાતમ-આઠમ સહિતના તહેવાર આવશે. જેને લઇ રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં આ વર્ષે જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે. પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે. સ્વાતંત્ર્ય પર્વને લઈ ગૃહ વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. ગૃહ વિભાગ પોતાના અભિપ્રાય સરકારને આપશે. કોરોના દરમ્યાન ગાઈડલાઈન આનુસંગિક અભિપ્રાય આપશે. સંભવિત ત્રીજી લહેર પૂર્વે ગૃહ વિભાગે તૈયારી શરૂ કરી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો