બ્રેકિંગ@ગુજરાત: 'કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું', નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જ સાંસદે આપી ચીમકી

 
હારીજ
ઘટનાને પગલે આણંદના રાજકીય માહોલમાં ગરમાવો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આણંદના સાંસદ મિતેશ પટેલે આંકલાવમાં એક ચૂંટણી સભા દરમિયાન નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જાહેર મંચ પરથી કહ્યું કે, “જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક કોંગ્રેસ જીતશે, તો હું વિકાસ માટે એક રૂપિયો પણ ગ્રાન્ટ આપીશ નહીં.” સાંસદના આ અહંકારી વલણથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભાજપના સાંસદની આ ભાષા બંધારણ વિરોધી છે. તેમણે યાદ અપાવ્યું કે સાંસદ પોતાના ખિસ્સામાંથી ગ્રાન્ટ નથી આપતા, પરંતુ જનતાના ટેક્સના પૈસાથી જ વિકાસ કાર્યો થાય છે. નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં આવું બેજવાબદારીભર્યું નિવેદન આપવું તે લોકશાહીનું અપમાન છે. કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચ તટસ્થ તપાસ કરી મિતેશ પટેલ સામે કડક કાર્યવાહી કરે તેવી માગ કરી છે.