આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના નવા વરાયેલા મંત્રીઑમાંથી મોટાભાગના મંત્રીઑએ આજે જ ચાર્જ સંભાળી લીધો છે. વિધાનસભા ચૂંટણી પહેલા નવી સરકાર અને નવા મંત્રીઑ સામે અનેક મોટા પડકાર છે. ત્યારે શિક્ષણ ખાતું સંભાળી રહેલા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી એક મોટો નિર્ણય લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભૂપેન્દ્ર સરકારમાં શિક્ષણ ખાતાના મંત્રી જીતુ વાઘાણીએ આજે સવારે ખાતાનો વહીવટ સંભાળ્યો હતો. જે બાદ શિક્ષણ ખાતાના મોટા અધિકારીઑ સાથે બેઠક કરી અગાઉની સરકારમાં ચાલી રહેલી શિક્ષણની યોજનાઑ અને ભવિષ્યના આયોજન વિશે લગભગ 2 કલાક બેઠક લઈ ગહન ચર્ચા કરી હતી. જે બાદ શૈક્ષણિક યોજનાઑ માટે 23 કરોડ અને 77 લાખની ગ્રાન્ટ ફાળવી દીધી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાતના શિક્ષણને વધુ વેગવંતુ બનવવા આ નિર્ણય કર્યો હોવાનું જીતુ વાઘાણીએ વાત કરી હતી. જુદી જુદી યોજનાઑ માટે આ ગ્રાન્ટ વપરાશે તેવી જાહેરાત પણ કરી હતી. અધિકારીઑને શિક્ષણની દરેક યોજનાને પાયા પર લાગુ કરવા તેમજ મુઝવતા પ્રશ્નોના જલ્દી નિકાલ માટે નિર્દેશ પણ કર્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code