આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આમ આદમી પાટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી આજે ગુજરાની મુલાકાતે છે. આજે તેમની સાથે પત્રકાર ઇસુદાન ગઢવીએ મુલાકાત કરી છે. તેમની બેઠક બાદ પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે તે વાતને વેગ મળ્યો છે. તાજેતરમાં જ પત્રકારત્વને અલવિદા કહીને નવા લક્ષ્‍યાંક તરફ આગળ વધાનારા ઇસુદાન ગઢવીએ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે હોઇ ગુજરાતમાં આપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે જેને લઈ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે છે. જેને લઈને પણ અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ મહત્વનો માનવામાં આવે છે. દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાતે આવવાના છે ત્યારે કેટલાક જાણીતા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તાજેતરમાં જ ખાનગી ચેનલના એડિટર ઈસુદાન ગઢવીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ છેલ્લા 5 વર્ષથી ખાનગી ચેનલનાએડિટર પદે ફરજ નિભાવનાર ઇસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ મહામંથનથી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. તેઓ છેલ્લા 16 વર્ષી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. હવે તેઓ પત્રકારત્વની પોતાની 16 વર્ષની કારકિર્દી છોડીને હવે નવા લક્ષ્‍યાંકો તરફ આગેકુચ કરવા જઈ રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code