બ્રેકિંગ@ગુજરાત: કિસાન કોંગ્રેસ ફરી સક્રિય, કૃષિકાયદાના વિરોધમાં ભારત બંધને આપ્યુ સમર્થન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે કૃષિ કાયદાઓના વિરોધમાં શરૂ કરવામાં આવેલુ ખેડૂતોનું આંદોલન ફરી મોટું સ્વરૂપ ધારણ કરે તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની વિવિધ માગણીઓ તેમજ કૃષિ કાયદાઓને પરત લેવા અને ટેકાના ભાવને કાયદેસર માન્યતા આપવા ખેડૂતો દ્વારા દિલ્હી હરિયાણા બોર્ડ પર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનને પગલે આગામી 27
 
બ્રેકિંગ@ગુજરાત: કિસાન કોંગ્રેસ ફરી સક્રિય, કૃષિકાયદાના વિરોધમાં ભારત બંધને આપ્યુ સમર્થન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે કૃષિ કાયદાઓના વિરોધમાં શરૂ કરવામાં આવેલુ ખેડૂતોનું આંદોલન ફરી મોટું સ્વરૂપ ધારણ કરે તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની વિવિધ માગણીઓ તેમજ કૃષિ કાયદાઓને પરત લેવા અને ટેકાના ભાવને કાયદેસર માન્યતા આપવા ખેડૂતો દ્વારા દિલ્હી હરિયાણા બોર્ડ પર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનને પગલે આગામી 27 તારીખે ખેડૂત આંદોલનકારીઓએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ એલાનને કોંગ્રેસના કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયાએ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આંદોલનને સમર્થન આપવા ગુજરાત કિસાન કોંગ્રેસ અધ્યક્ષ પાલ આંબલિયાએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે ખેડૂતોના સમર્થનમાં 27 તારીખે ભારત બંધ એલાનને સમર્થન આપ્યું છે એટલું જ નહીં ત્રણેય કાયદા રદ કરવાની માંગ સાથે તેમણે આગામી 27 તારીખે ગુજરાત બંધનું એલાન પણ કર્યું છે. કિસાન કોંગ્રેસ અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, અમે વધુમાં વધુ ખેડૂતો સુધી માહિતી પહોંચાડીશું કે ખેડૂતો ને જે કૃષિબિલ તેનો વિરોધ કરી તે ખરેખર કૃષિ બિલ નુકસાનકારક છે. જે કંપની સાથે કોન્ટ્રાકટ ફાર્મિંગ નો કાયદો છે તેને લઈ ને ખેડૂતો ને માત્ર નુકસાન જ છે જેના થી ખેડૂતો ને અવગત કરવા જરૂરી છે. અને ખેડૂતો ને જાગૃત કરી ને આથી આ બિલ નો વિરોધ કરવો જરૂરી છે અને ચાલી રહેલા ખેડૂત આંદોલન ને સમર્થન આપવું જરૂરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાત કોંગ્રેસના કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયાની પત્રકાર પરિષદ બાદ હવે ખેડૂત આંદોલનના પડઘા ગુજરાતમાં સંભળાય તેવું પણ લાગી રહ્યું છે. સરકાર દ્વારા જે કૃષિ બિલ લાવવામાં આવ્યું છે, તેના વિરોધમાં દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, મહત્વનું છે કે ભારતની રાજધાની દિલ્હીની બૉર્ડર પર ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શનને એક વર્ષ થઈ ગયું છે. આ આંદોલન ખેડૂતોએ સરકારના કૃષિના નવા નિયમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ખેડૂત આંદોલન હવે રાષ્ટ્રવ્યાપી આંદોલન બની ગયું છે. જેના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ પણ આવ્યું છે. ત્રણેય કૃષિ કાયદા વિરુદ્ધ કોંગ્રેસે ફરી સરકાર સામે મોરચો માંડ્યો છે.