બ્રેકિંગ@ગુજરાત: MLA ચૈતર વસાવાને હાઇકોર્ટથી મોટો ઝટકો, જેલવાસ લંબાયો

 
ચૈતર વસવા
આજે ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલે ચુકાદો આપ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

MLA ચૈતર વસાવાને હાઇકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. ચૈતર વસાવાને રાહત આપવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. હાઇકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે. ચૈતર વસાવાની બંને અરજીઓ ફગાવી દીધી છે. ચૈતર વસાવાને રાહત આપવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જશે. તેવું હાઈકોર્ટનું કહેવું છે. કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.ડેડિયાપાડામાં ચૈતર વસાવા વન વિભાગના અધિકારીને માર મારવા તેમજ ખંડણી સહિતના આરોપ લાગ્યા હતા.જેને સેશનસ કોર્ટમાં કેસ ચલાવ્યા પછી તેને દોષિત કરારકરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલાને ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આજે ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલે ચુકાદો આપ્યો હતો. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાને કોઈ પણ પ્રકારની રાહત આપવાની ના પાડી હતી. કોર્ટે કહ્યું જ્યારે ધારાસભ્ય આ પ્રકારનું વર્તન કરે છે. તેની સમાજમાં વિપરીત અસર થાય છે. સરકારી વકીલ હાર્દિક દવે તરફથી અલગ અલગ રજુઆતો કરવામાં આવી હતી. ત્યારે આજે કોર્ટનું માનવું છે કે, જો આ પ્રકારે સમાજ સેવક ગણાતા પોતાના કોઈ વ્યક્તિને રાહત આપવામાં આવે. તો અનેક સવાલો ઉભા થશે. આ સંબંધિત કિસ્સામાં કોર્ટે કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કર્યો છે. હવે ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે. આજે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે.