બ્રેકિંગ@ગુજરાત: 8 મનપાની શાળા-કોલેજોમાં 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શિક્ષણ જગત માટે સમાચાર મોટા સમાચાર સામે આવ્યા છે. 8 મહાનગરપાલિકામાં 10 એપ્રિલ સુધી શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા અંગે રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે. 8 મનપામાં શાળા-કોલેજોમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવાશે. 8 મનપાની શાળા-કોલેજોમાં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો આદેશ
 
બ્રેકિંગ@ગુજરાત: 8 મનપાની શાળા-કોલેજોમાં 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શિક્ષણ જગત માટે સમાચાર મોટા સમાચાર સામે આવ્યા છે. 8 મહાનગરપાલિકામાં 10 એપ્રિલ સુધી શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા અંગે રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે.  8 મનપામાં શાળા-કોલેજોમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવાશે. 8 મનપાની શાળા-કોલેજોમાં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો આદેશ અપાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં આઠ મનપાની શાળા-કોલેજોમાં પરીક્ષાઓ ઓનલાઇન આપી શકાશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક શાળાએ જઇ શકશે. કોરોના વકરતાં સરકાર અને અધિકારીઓની બેઠકમાં વિચાર પર ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યમાં વધતા જતા સંક્રમણની ચિંતા કરીને શિક્ષણ અંગે નિર્ણય લેવાયો છે. આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બન્ને શિક્ષણ મંત્રીઓ, સચિવ, મુખ્ય સચીવ સહિતના ઉચ્ચ અધિકારીઓની મિટિંગમાં શિક્ષણ કાર્ય અંગે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે, કોલેજ અને યુનિવર્સિટીઓ માટે આવતીકાલથી 10 એપ્રિલ સુધી નિર્ધારિત સ્નાતક કક્ષાનો ઓફલાઇન પરીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ માટે યુનિવર્સિટી નવેસરથી સમય પત્રક જાહેર કરશે. યુનિવર્સિટીની આજથી પરીક્ષાઓ શરૂ થઈ હતી ત્યારે હવે હાલ પૂરતી પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઇન કરવામાં આવશે. યુનિવર્સિટીની હોસ્ટેલો ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ તેમના હોસ્ટેલમાં રહીને શિક્ષણ મેળવવાનું રહેશે. ઓફલાઇનમાં ક્લાસમાં તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ સરકારી તેમ જ ખાનગી યુનિવર્સિટીઓમાં લાગુ પડશે.

શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું કે, આજ પ્રમાણે શાળા-કોલેજો માટે પણ રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં આવેલ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય આવતીકાલથી(19 માર્ચ) ઓનલાઇન આપવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. ઓફલાઇન શિક્ષણ આ મહાનગરપાલિકાઓમાં 10 એપ્રિલ સુધી બંધ રહેશે. પ્રાથમિક શાળાઓમાં હાલના સમય પત્રક મુજબ ઓનલાઇન પરીક્ષા લેવાશે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે, 8 મહાનગર પાલિકા સિવાય તમામ વિસ્તારની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ(ઓફલાઇન) શિક્ષણ ચાલુ રહેશે. પ્રથમ પરીક્ષા તેના નિયત કાર્યક્રમ મુજબ 19 માર્ચથી 27 માર્ચ સુધી ઓફલાઇન લેવામાં આવશે. હાલમાં ચાલતુ ઓનલાઇન શિક્ષણ પણ હોમ લર્નિંગ ચાલુ રહેશે. 8 મનપા સિવાયની પ્રાથમિક શાળાઓમાં હાલની પદ્ધતિ મુજબ અને સમય પત્રક મુજબ ઓફલાઇન અને ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. સ્વૈચ્છિક રીતે ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણની વ્યવસ્થા યથાવત રહેશે.