બ્રેકિંગ@ગુજરાત: વડાપ્રધાન મોદીએ 8000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદીએ રૂ.8000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. લોકાર્પણ કરીને તેઓએ ભાષણની શરૂઆત કરી. તેઓએ ત્રીજી વખત પ્રધાનમંત્રીના શપથ લીધા બાદ ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે.તમે મારા પર અપાર પ્રેમ દર્શાવ્યો છે. દીકરાએ આજે ઘરે આવીને આશીર્વાદ લીધો છે. આશીર્વાદથી નવી ઊર્જા મળે છે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવ્યા છે.
ત્રીજી વખત શપથ લીધા બાદ ઝડપથી અહીં આવવું હતું. 60 વર્ષ બાદ જનતાએ નવો ઇતિહાસ રચ્યો છે. એક સરકારને સતત ત્રીજી વાર સેવા કરવાનો અવસર મળ્યો છે. ભારતની લોકશાહીની મોટી ઘટના છે. નરેન્દ્રભાઈ પર ગુજરાતીઓનો હક છે. રાષ્ટ્ર પ્રથમના સંકલ્પના કારણે આવવામાં મોડું થયું છે.અમે ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસ મહત્વના નિર્ણય લીધા છે. દિવસ-રાત જોયા વિના કામ કર્યું છે. દેશ-વિદેશમાં જે પ્રયાસ કરવાના હતા તે કર્યા છે. કોઈ પણ કસર છોડવામાં નથી આવી. છેલ્લા 100 દિવસમાં કેવી કેવી વાતો થઈ રહી છે. કેટલાક લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા છે. અલગ-અલગ તર્ક-વિતર્ક દેખાડવા લાગ્યા છે.આજે ઘણો જ સારો દિવસ છે. નમો ભારત રેપિડ મેટ્રો શરૂ થઈ છે.
આ સાથે જ ગુજરાતના હજારો પરિવાર આજે પોતાના ઘરમાં પ્રવેશ કરશે. હું વિશેષ રૂપથી મહિલાઓને શુભેચ્છા પાઠવું છું. મહિલાઓના નામે ઘરનું રજિસ્ટ્રેશન થયું છે. જોકે ઉત્સવના અવસરમાં એક પીડા છે. આ વર્ષે ગુજરાતમાં એકસાથે અતિવૃષ્ટિ થઈ છે. ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. આટલા વર્ષોમાં પહેલી વાર આટલો વરસાદ આવ્યો હોવાનું મારા ધ્યાનમાં છે.