બ્રેકિંગ@ગુજરાત: અનાજ વિતરણમાં કાળાબજાર થયાનો PM મોદીના ભાઇનો આક્ષેપ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકાર દ્રારા મફત સરકારી અનાજ આપવાની જાહેરાત કરાઇ હતી. જોકે હવે પ્રધાનમંત્રી મોદીના ભાઇ અને રેશનિંગ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આક્ષેપ કર્યો છે કે, અનાજ વિતરણમાં કાળાબજાર થયા છે. તેમને આક્ષેપ લગાવ્યો હતો કે, ગરીબો સુધી અનાજ પહોંચ્યુ જ નથી. આ સાથે પોતાની પાસે મજબૂત પુરાવાઓ
 
બ્રેકિંગ@ગુજરાત: અનાજ વિતરણમાં કાળાબજાર થયાનો PM મોદીના ભાઇનો આક્ષેપ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકાર દ્રારા મફત સરકારી અનાજ આપવાની જાહેરાત કરાઇ હતી. જોકે હવે પ્રધાનમંત્રી મોદીના ભાઇ અને રેશનિંગ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આક્ષેપ કર્યો છે કે, અનાજ વિતરણમાં કાળાબજાર થયા છે. તેમને આક્ષેપ લગાવ્યો હતો કે, ગરીબો સુધી અનાજ પહોંચ્યુ જ નથી. આ સાથે પોતાની પાસે મજબૂત પુરાવાઓ હોવાનો દાવો પણ પ્રહલાદ મોદીએ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્ય સરકારે NFSA હેઠળ આવતા, BPL કાર્ડ ધારકો અને APL કાર્ડ ધારકોને પણ મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે અનાજ વિતરણ કરાયુ હોવાની પણ જાહેરાત કરી હતી પરંતુ PM નરેન્દ્ર મોદીના ભાઈ અને રેશનિંગ અસોસિએશનના પ્રમુખે સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે ગરીબો સુધી અનાજ પહોંચ્યુ જ નથી. લાખો લોકોને અનાજ પહોંચાડ્યું હોવાના સરકારના દાવા ખોટા હોવાનો આક્ષેપ કર્યો છે.

રેશનિંગ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ અનાજના કાળા બજારનો આક્ષેપ લગાવ્યો છે. લાખો લોકોને અનાજ પહોંચાડ્યું હોવાના સરકારના દાવા ખોટા હોવાનું જણાવી રહ્યાં છે. કાળા બજારને લઈને CBI તપાસ કરવાની માગ કરી છે. પોતાની પાસે મજબૂત પુરાવાઓ હોવાનો દાવો કર્યો છે. ગરીબ પરિવારને અનાજ પહોંચાડવાની પણ વાત કરી છે.