આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં નવા મુખ્યમંત્રીની વરણી બાદ આજે કેબિનેટ સહિતના મંત્રીઓ પણ સામે આવી ગયા છે. તદ્દન નવા કહી શકાય તેવા 8 કેબિનેટ સહિત 24 મંત્રીઓ જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં સૌથી મોટો ફેરફાર એ આવ્યો કે પૂર્વ કેબિનેટ મંત્રી નિતીન પટેલ અને દિલીપ ઠાકોરને સ્થાન નથી. જ્યારે બનાસકાંઠા જિલ્લામાંથી કિર્તીસિહ વાઘેલાને મંત્રીપદ મળ્યું છે. એક રીતે કહીએ તો નવા જ ચહેરાઓને ભાજપે ચોક્કસ તર્ક આધારે મંત્રી બનાવી 2022 ની તૈયારી માટે આયોજન ગોઠવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

File Photo Gujarat CM Bhupendra Patel

આજે ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળે શપથ લીધા બાદ રાજકીય ચર્ચા ચરમસીમાએ પહોંચી છે. કોને સ્થાન મળશે અને કોણ બાદ થશે તે બાબતે ચિત્ર સ્પષ્ટ થતાં ખુશી અને નિરવ શાંતિ વચ્ચે કોલાહલ મચી ગયો છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 8 કેબિનેટ, 5 રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો) જ્યારે 9 રાજ્ય કક્ષાના મંત્રીએ શપથ લીધા છે. નવા ચહેરાને સ્થાન આપી ભાજપે રાજકીય રીતે ખૂબ મોટો ફેરફાર આપી દીધો છે. નહિ દેખાતી નારાજગી કે દબાવી દીધેલી લાગણીઓ હવે પાર્ટીને મજબૂત કરવા મહેનતમાં લાગી જશે. ભાજપે કોઈપણ જાતનાં વિરોધ વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય કરી દેતાં નવી તક અને પાર્ટીની વર્ષોથી કરેલી સેવા વચ્ચે વિચારોનું યુધ્ધ બરોબરનુ જામ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code