બ્રેકિંગ@ગુજરાત: કડકડતી ઠંડી વચ્ચે આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતો. ગુજરાતમાં પંદર-વીસ દિવસમાં કમોસમી વરસાદ વરસવાની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવુ વાતાવરણ હાલ પેદા થયું છે.
 
બ્રેકિંગ@ગુજરાત: કડકડતી ઠંડી વચ્ચે આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતો. ગુજરાતમાં પંદર-વીસ દિવસમાં કમોસમી વરસાદ વરસવાની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવુ વાતાવરણ હાલ પેદા થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગુજરાત રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જે મુજબ, કમોસમી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે અતિ સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે રાજ્યના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય તેવી સંભાવના છે. સ્વેટર પહેરવુ કે છત્રી લઈને નીકળવું તે સમજવું લોકો માટે અઘરુ બની રહ્યું છે. દિવાળી બાદ સતત કમોસમી વરસાદની સ્થિતિ ગુજરાતના હવામાનમાં પેદા થઈ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના અનેક જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત છે. આજે કચ્છના શહેરોનું તાપમાન 2 ડિગ્રી જેટલું નીચે આવ્યું છે. તો ભૂજ અને નલિયાના તાપમાનમાં 1 ડિગ્રીનો જ તફાવત જોવા મળ્યો છે. કચ્છના આજના તાપમાન પર નજર કરીએ તો નલિયા 6 ડિગ્રી, ભૂજ 7.2 ડિગ્રી તથા કંડલા(એ) 9 ડિગ્રી છે.