આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત સરકાર દ્વારા આજે ખેડૂતો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. CMO સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, ગુજરાત સરકાર 27મી એપ્રિલથી ઘઉંની ખરીદી શરૂ કરી દેશે. વળી તેમણે સુજલામ સુફલામ યોજના અંગે પણ માહિતી આપી હતી. ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર આપતા CMO સચિવ અશ્વિનીકુમારે સુજલામ સુફલામ યોજનાના લાભ અને ઘઉંની ખરીદી વિશે જણાવ્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

20 એપ્રિલથી 10મી જૂન સુધી સુજલામ સુફલામ યોજના હેઠળ, તળાવ, ચેક ડેમ, નદીઓ વગરે ઉંડા કરવાની કામગીરી કરવાની રહેશે. મનરેગા, લોકભાગીદારી અને સરકાર ભેગા મળીને કરશે કામ. ખેડૂતો આ માટી પોતાના ખેતર માટે વગર પૈસે લઈ જઈ શકશે. 27 એપ્રિલથી રાજ્યના 219 ગોડાઉન પર ઘઉંની ખરીદી કરવામાં આવશે. 27થી 10 મે સુધી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકશે.. 30 મે સુધી આ ખરીદી થશે.. ખેડૂતોને SMC દ્વારા જાણ કરવામાં આવશે. તો અત્યાર સુધી 29 હજાર 122 ખેડૂતોએ રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે.

રાજ્યમાં 27,800 ઉદ્યોગો ગઇકાલથી શરૂ થયા છે. જેમાં 1 લાખ 80 હજાર શ્રમિકો કામે લાગ્યા હોવાનું મુખ્યમંત્રી સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છેકે, સુજલામ સુફલામ યોજનાને સત્વરે શરૂ કરવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવશે. શ્રમિકોને રોજગારી મળવાની શરૂઆત થશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code