બ્રેકિંગ@ગુજરાત: ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લાગ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. આગામી 24 કલાક ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ એનડીઆરએફની ટીમોને એલર્ટ રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ,
 
બ્રેકિંગ@ગુજરાત: ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લાગ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. આગામી 24 કલાક ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ એનડીઆરએફની ટીમોને એલર્ટ રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે , આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. કોસ્ટલ એરિયામાં કાલ સવાર સુધી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. કાલે 90ની ગતિના પવન ફૂંકાશે. માછીમારોને હાલ તાકીદ કરાઈ છે, 4 દિવસ માટે દરિયો ના ખેડવા સૂચન છે. દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદ, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. સાયકલોન કાલે બનશે. અમદાવાદમાં સીટી વિસ્તારમાં સામાન્ય વરસાદ પણ સાણંદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. આજે અને કાલે અસર રહેશે, પરમ દિવસ બાદ અસર ઘટી જશે. 40ની ગતિના પવનો અમદાવાદમાં પણ ફૂંકાશે, પણ અમદાવાદમાં કોઈ ખતરો નથી. કોસ્ટલ એરિયામાં કાલે ભારે પવન ફૂંકાશે, ત્યારબાદ અરેબિયન સીમા અસર જોવા મળશે. હાલ ગુજરાતમાં 3 ટકા વરસાદની ઘટ છે. કચ્છ સૌરાષ્ટ્રમાં 13 ટકા વધુ વરસાદ છે. ગુજરાત રિજીયનમાં 14 ટકા વરસાદની ઘટ યથાવત છે. જો સાયકલોન બનશે તો નામ સાહિન રહેશે.