બ્રેકિંગ@ગુજરાત: ગાયિકા કિંજલ દવેએ કર્યા કેસરીયાં, વાઘાણીએ ખેસ પહેરાવ્યો

અટલ સમાચાર, ગાંધીનગર ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ મંગળવારે બપોરે કેસરીયા કરી લીધા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ સમયે કિંજલ દવેના પિતા લલિત દવે અને ભાજપના ભરત પંડયા ઉપસ્થિત રહયા હતા. ચાર ચાર બંગડી ગીતથી ફેમસ થયેલી કિંજલ દવેએ મંગળવારે બપોરે ભાજપ સાથે જોડાઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ
 
બ્રેકિંગ@ગુજરાત: ગાયિકા કિંજલ દવેએ કર્યા કેસરીયાં, વાઘાણીએ ખેસ પહેરાવ્યો

અટલ સમાચાર, ગાંધીનગર

ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ મંગળવારે બપોરે કેસરીયા કરી લીધા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ સમયે કિંજલ દવેના પિતા લલિત દવે અને ભાજપના ભરત પંડયા ઉપસ્થિત રહયા હતા.

બ્રેકિંગ@ગુજરાત: ગાયિકા કિંજલ દવેએ કર્યા કેસરીયાં, વાઘાણીએ ખેસ પહેરાવ્યો

ચાર ચાર બંગડી ગીતથી ફેમસ થયેલી કિંજલ દવેએ મંગળવારે બપોરે ભાજપ સાથે જોડાઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જણાવ્યુ હતુ કે, નરેન્દ્રભાઈ મોદી હંમેશાથી જ દેશની 125 કરોડ જનતાના હૃદયમાં છે. તેમજ તેમણે જણાવ્યુ હતુ કે, ભાજપના સદસ્યતા અભિયાન હું કિંજલ દવે આજે કમલમ ખાતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હાથે ભાજપનો ખેસ ધારણ કરી મારુ સભ્યપદ સદસ્યતા અભિયાનમાં નોંધાયું છે.

બ્રેકિંગ@ગુજરાત: ગાયિકા કિંજલ દવેએ કર્યા કેસરીયાં, વાઘાણીએ ખેસ પહેરાવ્યો