બ્રેકિંગ@ગુજરાત: તો શું હવે મંત્રીમંડળમાં થશે ફેરફાર ? મુખ્યમંત્રીએ શું કહ્યું ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં મંત્રી મંડળમાં ફેરફારને લઈને છેલ્લા કેટલાય સમયગાળાથી ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહત્વનું નિવેદન આપ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલ વોક ઈન વેક્સિનેશનના શુભારંભ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, યોગ દિવસે રસીકરણ અભિયાન શરૂ થયું છે અને રાજ્યના
 
બ્રેકિંગ@ગુજરાત: તો શું હવે મંત્રીમંડળમાં થશે ફેરફાર ? મુખ્યમંત્રીએ શું કહ્યું ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં મંત્રી મંડળમાં ફેરફારને લઈને છેલ્લા કેટલાય સમયગાળાથી ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહત્વનું નિવેદન આપ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલ વોક ઈન વેક્સિનેશનના શુભારંભ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, યોગ દિવસે રસીકરણ અભિયાન શરૂ થયું છે અને રાજ્યના તમામ નાગરિકોને રસી લેવા માટે અપીલ છે. તો આ સાથે જ ગુજરાત સરકારમાં મંત્રી મંડળમાં વિસ્તરણને લઈને મોટું નિવેદન આપ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ મંત્રી મંડળના વિસ્તરણને લઈને ઇન્કાર કર્યો હતો અને સ્પષ્ટતા પણ કરતા કહ્યું હતું કે, ગુજરાત સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું નથી અને મંત્રી મંડળના વિસ્તારની વાત હવામા છે. છેલ્લા ઘણા સમયથી એવી વાતો ચાલી રહી છે કે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થવાના છે. પરંતુ આ મુદ્દે આજે મુખ્યંમંત્રીએ સામેથી સ્પષ્ટતા કરી કે મંત્રીમંડળનું વિસ્તરણ નથી થવાનું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે,ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભાજપની બેઠકનો દોર જામ્યો છે. તો થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતા ભરતસિંહે નિવેદન આપતા કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે. તો ભાજપની મેરાથોન બેઠકને લઈને પણ રાજકારણ ગરમાયું છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ગુજરાત કેબિનેટમાં વિસ્તરણની માત્ર વાતો છે, કોઈ જ ફેરફાર થવાના નથી.