આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

છોટાઉદેપુરમાં સવારે એસટી બસ ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 13 જેટલા મુસાફરોને ઇજા પહોચી હતી. જેને લઇ તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી.પોલીસ ધટના સ્થળે પહોચી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગુજરાત એસટી નિગમની બસ હળવદથી છોટાઉદેપુર આવી રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યા પછી બસ રોડની નીચે ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં બસને સામાન્ય નુકસાન થયું છે જો કે, બસની અંદર સવાર 13 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત સર્જાયા બાદ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code