આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્ય સરકારે પહેલીવાર કબૂલાત કરી છે કે રાજ્યમાં રિકવર રેશિયો ઓછો છે. છે જ્યારે થતા મોતનો રેશિયો વધારે છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ દાવો કરતા કહ્યું કે રાજ્યમાં બે પ્રકારના કોરોના વાયરસ છે. એક વાયરસ ઘાતક હોવાની તેમણે કબૂલાત કરી છે. તેમણએ કહ્યું કે કોરોના પોઝિટિવ દર્દીઓની મંજૂરીથી તેઓને આયુર્વેદિક સારવાર પણ સાથે સાથે અપાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ કહ્યું કે, સમરસ હોસ્ટેલ માં રાખવામાં આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં આયુર્વેદિક સારવાર પણ સાથે અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. કોરોના પોઝિટિવ દર્દીઓ ની મંજૂરીથી તેઓને આયુર્વેદિક સારવાર પણ સાથે અપાશે. તેમણે કહ્યું કે રાજ્યમાં ગઈકાલ સુધી 30 જિલ્લામાં 3301 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 230 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત થયા છે તેમજ 31 દર્દી સાજા થયા છે. આ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 151એ પહોંચી ગયો છે.

જાહેર કરાયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 230 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 178, સુરતમાં 30, આણંદમાં 8, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 2, રાજકોટમાં 4, વડોદરામાં 4, નવસારી, પાટણ અને ખેડામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 51091 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 3301 પોઝિટિવ અને 47790 કેસ નેગેટિવ આવ્યા છે. કુલ 3301 દર્દીમાંથી 27 વેન્ટીલેટર પર છે અને 2810ની હાલત સ્થિર છે. આ સિવાય 313 ડિસ્ચાર્જ અને 151ના મોત થયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code