બ્રેકિંગ@ગુજરાત: ધોળકા વિધાનસભા ચુંટણી રદ્દ કરવાના ચુકાદા પર સુપ્રિમ કોર્ટનો સ્ટે

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકાર માટે રાહતના સમાચાર આવ્યાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લઇને સુપ્રીમ કોર્ટમાંથી રાહતના સમાચાર આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના 12 મેના ચુકાદા પર રોક લગાવી છે. ગેરીરીતિ આચરીને ચૂંટણી જીતવા મામલે હાઇકોર્ટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહને ગેરલાયક ઠેરવી ધોળકા વિધાનસભા ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે
 
બ્રેકિંગ@ગુજરાત: ધોળકા વિધાનસભા ચુંટણી રદ્દ કરવાના ચુકાદા પર સુપ્રિમ કોર્ટનો સ્ટે

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકાર માટે રાહતના સમાચાર આવ્યાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લઇને સુપ્રીમ કોર્ટમાંથી રાહતના સમાચાર આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના 12 મેના ચુકાદા પર રોક લગાવી છે. ગેરીરીતિ આચરીને ચૂંટણી જીતવા મામલે હાઇકોર્ટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહને ગેરલાયક ઠેરવી ધોળકા વિધાનસભા ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે શિક્ષણમંત્રીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જેની આજે સુનવણી હતી. સુપ્રિમ કોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રાહત આપતાં હાઇકોર્ટના આદેશ સામે સ્ટે આપ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધોળકાના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે ગેરરીતિ આચરી ચૂંટણી જીતવાનો આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.આ બાદ ધોળકા ચૂંટણી રદ કરવાનો હાઇકોર્ટે આદેશ કરી કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી જ કરાઈ નહોતી જેથી વિવાદ સર્જાયો હતો.