આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપણગ્રહણ કર્યા બાદ આગામી દિવસોએ નવા મંત્રી મંડળની શપથવિધિ યોજાશે. સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ 16 સપ્ટેમ્બરે રાજભવનમાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. આ તરફ ધારાસભ્યોને આવતીકાલ સુધી ગાંધીનગર પહોચવા સૂચના આપવામાં આવી છે. આવતીકાલ સુધી સંભવિત મંત્રીઓેને ફોન પણ કરવામાં આવશે. નવા મંત્રી મંડળની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોપવામાં આવી છે. અમિત શાહે ગત રાત્રે મંત્રીમંડળને લઇને મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક શાહીબાગ એનેક્સી ખાતે મળી હતી. બેઠક બાદ અમિત શાહ દિલ્હી જવા રવાના થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં નવા મંત્રી મંડળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા યુવાઓને વધુ તક આપવામાં આવી શકે છે. તમામ સમાજ-જ્ઞાતિને રાજકીય પ્રતિનિધિત્વ આપી પ્રધાનમંડળ રચવા કવાયત હાથ ધરવામાં આવશે. પ્રદિપ સિંહ જાડેજાને પ્રમોશન મળે તેવી શક્યતા છે. રૂપાણી મંત્રી મંડળમાં સામેલ હતા તેવા 10થી વધારે મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતા છે. 12 જેટલા નવા ચહેરાઓને ભૂપેન્દ્ર પટેલને મંત્રી મંડળમાં સામેલ કરાશે તે નક્કી છે. ભાજપની કેબિનેટમાં ગણપત વસાવા, દિલિપ ઠાકોર, પ્રદિપસિંહ જાડેજા, ઇશ્વર પટેલ, જયેશ રાદડિયા, આર.સી.ફળદુ, જયદ્રથસિંહ પરમારને સ્થાન મળી શકે છે.

સૂત્રોના મતે નવા મંત્રીમંડળમાં બચુ ખાબડ, વાસણ આહિર, કિશોર કાનાણી, યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઇશ્વર પરમાર, વિભાવરી દવે, પુરૂષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયાનું પત્તુ કપાઇ શકે છે. આ સાથે મનિષા વકીલ, કિરીટસિંહ રાણા, રિષિકેષ પટેલ, હર્ષ સંઘવી, દુષ્યંત પટેલ, જીતુ ચૌધરી, અરવિંદ રૈયાણી, આત્મારામ પરમાર, શશિકાંત પંડ્યા, ગોવિંદ પટેલને સ્થાન મળી શકે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code