બ્રેકીંગ@ગુજરાત: વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેઈલ દ્વારા ઉડાવી દેવાની ધમકી, તંત્ર થયું અલર્ટ

 
વડોદરા

તમામ પેસેન્જર્સનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેઈલ દ્વારા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યો મેઈલ મળતા એરપોર્ટનું તંત્ર દોડતું થયું છે. સ્થાનિક પોલીસને પણ આ અંગે તરત જ જાણ કરી દેવામાં આવી છે. પોલીસ અને CISF દ્વારા એરપોર્ટ પર તમામ શક્ય ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને તરત જ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર પણ દોડતું થયું હતું.

હરણી પોલીસે સક્રિય રીતે કામગીરી બજાવી હતી અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અહીં આવતા જતા તમામ પેસેન્જર્સનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પર તપાસ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ વસ્તુ હાથ લાગી છે. જેના પછી અહીં આવતા જતા મુસાફરો સહિત તમામ વાહનોનું પણ ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે. શંકાસ્પદ ડિવાઈસ એક કારમાંથી મળ્યું હોવાથી એ કારને એરપોર્ટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.