File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોના મહામારીને લઈ લગ્નમાં 50 લોકોની હાજરી નિશ્વિત કરવામાં આવી છે પરંતુ તેમાં પણ હવે ઘટાડો થઈ શકે છે. લગ્ન સમારંભમાં હવે 50 લોકો કરતા પણ ઓછી સંખ્યા રાખવાની રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. બલકે લગ્ન સમારંભો પર 15 દિવસ માટે પ્રતિબંધ મુકવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્તરીતે પાલન કરવા સરકાર વિચારણા કરે તેવો નિર્દેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે, સરકાર લગ્ન સમારોહમાં આવનાર લોકોની સંખ્યા નિશ્ચિત કરે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાઈકોર્ટ વકીલ એસો.ના વકીલ શાલીન મહેતા સરકારને અપીલ છે કે, લગ્નમાં લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે. કારણે કે કેસ ઘટ્યા છે પણ કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં અને લગ્નના કાર્યક્રમોમાં ભીડ થાય છે એ બંધ થવું જોઈએ. વધુમાં હાલ લગ્ન સમારોહમાં 50 લોકોની હાજરી નિશ્ચિત છે તે ઘટાડીને ઓછી કરવામાં આવે તેવી અપીલ સરકારને કરી છે. તે જોતા સરકારે પણ લગ્નનોમાં સંખ્યા ઘટાડવા અંગે તૈયારી દર્શાવી છે. હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, લગ્ન આવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવા બાબતે સરકાર વિચાર કરશે જે જોતા લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં લગ્નનોમાં પણ સંખ્યા ઘટી શકે છે. જો કે આ નિર્ણય રાજ્ય સરકારના નવો આદેશ કરે ત્યારથી જ અમલી બનશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code