આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી 

હારીજમાં ગત દિવસોએ થયેલ આંગડીયા લૂંટ કેસમાં પોલીસે 5 ઇસમોને ઝડપી પાડ્યા છે.અગાઉ થયેલ લૂંટ કેસમાં પાટણ LCBની ટીમ તપાસમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મેળવતાં રાજસ્થાનના 2 અને ગુજરાતના 2 ઇસમો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતુ. જેથી તાત્કાલિક LCBની ટીમે ઇસમોએ સ્થળ પર પહોંચી ઝડપી પાડ્યા હતા. પોલીસે આંગડીયા લૂંટ કેસમાં અત્યાર સુધી 5 ઇસમોને ઝડપી પાડ્યા છે. જોકે હજી 2 ઇસમોને પકડવાના બાકી હોઇ તે બાબતે અને લૂંટની રકમ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજમાં ગત દિવસોએ આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાતાં હડકંપ મચી ગયો હતો. જે બાદમાં કેસની તપાસ પાટણ LCBને સોંપવામાં આવી હતી. જેથી LCB PI એ.બી.ભટ્ટ, SOG PSI વી.આર.ચૌધરી અને મિસીંગ સેલ PSI જે.એમ.ખાંટ સહિતની ટીમ તપાસમાં હતી. આ દરમ્યાન LCBના HC વિપુલભાઇ અને વિનોદભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે, લૂંટ કેસમાં રાજસ્થાનની હથિયારધારી ગેંગના સભ્યો અને ગુજરાતના અન્ય 2 ઇસમો સંડોવાયેલા છે. આ તરફ HC અબ્દુલકૈયુમને બાતમી મળી હતી કે, આ ઇસમો હાલ ખારીયા ગામની સીમમાં હાજર છે. જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇસમોને ઝડપી પાડ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હારીજની આંગડીયા લૂંટની ઘટનાને લઇ LCBએ ટીમ બનાવી આ કાર્યવાહી કરી છે. જેમાં ઝાલા નિકુલસિંહ ખોડસિંહ (ખારીયા, તા.કાંકરેજ), દરબાર સિધ્ધરાજસિંહ ગાંડુભા (ખારીયા, તા.કાંકરેજ), ઠાકોર ભાવેશજી પ્રધાનજી(થરા), બિશ્નોઇ પ્રકાશભાઇ આશુરામ(સાંચોર) અને બિશ્નોઇ હિતેશ ગંગારામ(ઝાલોર)ને ઝડપી પાડ્યા છે. આ સાથે ઇસમો પાસેથી 1 પિસ્ટલ, જીવતાં કારતુસ નંગ-3, લોખંડના 2 છરા, મોબાઇલ ફોન નંગ-6 ,રોકડ રકમ રૂ.45,700 અને એક અપાચી બાઇક કિ.રૂ.40,000 મળી કુલ કિ.રૂ.1,36,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે બિશ્નોઇ પ્રકાશ સુખરામ (સાંચોર) અને બિશ્નોઇ દિનેશ હનુમાર (બાડમેર)ને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

LCB, SOGના 31 સભ્યોની ટીમ બનાવાઇ હતી

હારીજ આંગડીગા લૂંટ કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જેથી LCB PI એ.બી.ભટ્ટ, SOG PSI વી.આર.ચૌધરી અને મિસીંગ સેલ PSI જે.એમ.ખાંટ, હેકો વિપુલભાઇ, વિનોદભાઇ, અબ્દુલકૈયુમ અને મોડજી સહિત 31 કર્મચારીઓની ટીમ તપાસમાં જોડાઇ હતી. જે બાદમાં ચોક્કસ બાતમી મેળવી ઇસમોને ઝડપી લેવાયા હતા. આ તરફ હવે લૂંટ કેસમાં ફરાર 2 ઇસમોને પણ ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code