બ્રેકિંગ@હારીજ: યુવકને કોરોના હોવાનું અમદાવાદ ખુલ્યું, ગામમાં ફફડાટ

અટલ સમાચાર,હારીજ કોરોનાના કહેર વચ્ચે આજે પાટણ જીલ્લામાં વધુ એક કેસ પોઝિટીવ આવ્યો છે. હારીજ પંથકના ર૮ વર્ષીય યુવકનો રીપોર્ટ અમદાવાદમાં પોઝિટીવ આવ્યો છે. મૂળ હારીજના યુવકનો રીપોર્ટ પોઝિટીવ આવતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇ તલાટી અને સરપંચને તંત્રની સુચના મળતા તાત્કાલિક ગામના દરેક શેરી-મહોલ્લાંમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આજે
 
બ્રેકિંગ@હારીજ: યુવકને કોરોના હોવાનું અમદાવાદ ખુલ્યું, ગામમાં ફફડાટ

અટલ સમાચાર,હારીજ

કોરોનાના કહેર વચ્ચે આજે પાટણ જીલ્લામાં વધુ એક કેસ પોઝિટીવ આવ્યો છે. હારીજ પંથકના ર૮ વર્ષીય યુવકનો રીપોર્ટ અમદાવાદમાં પોઝિટીવ આવ્યો છે. મૂળ હારીજના યુવકનો રીપોર્ટ પોઝિટીવ આવતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇ તલાટી અને સરપંચને તંત્રની સુચના મળતા તાત્કાલિક ગામના દરેક શેરી-મહોલ્લાંમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આજે હારીજમાં એક પોઝિટીવ આવતાં પાટણ જીલ્લામાં કુલ કોરોના પોઝિટીવનો આંકડો 22 પહોંચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@હારીજ: યુવકને કોરોના હોવાનું અમદાવાદ ખુલ્યું, ગામમાં ફફડાટ

પાટણ જીલ્લાના હારીજના ર૮ વર્ષીય યુવકનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મૂળ હારીજનો યુવક ધંધાર્થે અમદાવાદ સ્થાયી થયા બાદ કોરોના મહામારીને લઇ વતનમાં આવ્યો હતો. આ દરમ્યાન તે પોતાની સાસરી હારીજ તાલુકાના દુનાવાડા ગામે ગયો હતો. જ્યાં કોઇ કારણસર તેને પગમાં ફેક્રચર થયા બાદ તેને સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યો હતો. જોકે વધુ સારવારની જરૂર હોઇ અમદાવાદ ખસેડતાં તેનો કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો. આજે રીપોર્ટ પોઝિટીવ આવતાં હારીજ શહેર અને દુનાવાડમાં દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો.

બ્રેકિંગ@હારીજ: યુવકને કોરોના હોવાનું અમદાવાદ ખુલ્યું, ગામમાં ફફડાટ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ રર કેસ નોંધાયા છે. દુનાવાડામાં પોઝિટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જોકે સાવચેતીના ભાગરૂપે તલાટી અને સરપંચ દ્રારા દુનાવાડા ગામના દરેક શેરી-મહોલ્લાંમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સાથે યુવક હારીજ શહેર સહિત જે તે જગ્યાએ ફર્યો હોય તેનો સર્વે પણ હાથ ધરવામાં આવશે.

બ્રેકિંગ@હારીજ: યુવકને કોરોના હોવાનું અમદાવાદ ખુલ્યું, ગામમાં ફફડાટ