બ્રેકિંગ@હારીજ: ભાજપ શાસિત પાલિકાનો વહીવટ કેવો ? 3 કરોડનું દેવું થતાં લાઇટ કપાઇ ગઇ

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ કોરોના મહામારી વચ્ચે GEB તંત્રએ મોટી કાર્યવાહી કરી હારીજ પાલિકાનું વીજ જોડાણ કાપી નાંખ્યુ છે. વિગતો મુજબ હારીજ નગરપાલિકાનું અંદાજીત 3 કરોડથી વધુનું વીજબીલ બાકી હતુ. જેથી GEB દ્રારા પાલિકા તંત્રને અનેક વાર લેખિત અને મૌખિકમાં વીજબીલ ભરપાઇ કરવા જાણ કરી હતી. જોકે નિંદ્રાધિન પાલિકાએ વીજબીલ નહીં ભરતાં આજે મોટી
 
બ્રેકિંગ@હારીજ: ભાજપ શાસિત પાલિકાનો વહીવટ કેવો ? 3 કરોડનું દેવું થતાં લાઇટ કપાઇ ગઇ

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

કોરોના મહામારી વચ્ચે GEB તંત્રએ મોટી કાર્યવાહી કરી હારીજ પાલિકાનું વીજ જોડાણ કાપી નાંખ્યુ છે. વિગતો મુજબ હારીજ નગરપાલિકાનું અંદાજીત 3 કરોડથી વધુનું વીજબીલ બાકી હતુ. જેથી GEB દ્રારા પાલિકા તંત્રને અનેક વાર લેખિત અને મૌખિકમાં વીજબીલ ભરપાઇ કરવા જાણ કરી હતી. જોકે નિંદ્રાધિન પાલિકાએ વીજબીલ નહીં ભરતાં આજે મોટી કાર્યવાહી કરી છે. આ તરફ હવે વીજ જોડાણ કપાઇ જતાં પાલિકા અંધકારમય બન્યુ હતુ. આ સાથે ભાજપ શાસિત પાલિકાનો વહીવટ કેવો ? તેવા અનેક સવાલો પંથકમાં ઉઠી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ નગરપાલિકાનું વીજ બીલ બાકી હોઇ GEBએ મોટી કાર્યવાહી કરી છે. ભાજપ શાસિત હારીજ નગરપાલિકાને અનેકવાર બાકી વીજબીલ બાબતે GEB દ્રારા લેખિત અને મૌખિક રજૂઆતો કરાઇ હતી. જોકે પાલિકાએ આજદીન સુધી બાકી વીજબીલ નહી ભરતાં બીલની રકમ સરેરાશ 3 કરોડથી ઉપર પહોંચી હતી. જેથી આજે સવારના સમયે હારીજ GEB દ્રારા પાલિકાનું વીજ જોડાણ કાપી નંખાયુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભાજપ શાસિત પાલિકાનું વીજબીલ કપાઇ જતાં કર્મચારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ તરફ હારીજ શહેરમાં પાલિકાની નિષ્ક્રિયતાને કારણે ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. આ સાથે ગટર ઉભરાવી, બજારના માર્ગો પર આડેધડ પાર્કિંગ અને ટ્રાફીકજામની સમસ્યાથી શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે. શહેરીજનો નિયમિત પોતાના વેરા ભરતાં હોવા છતાં પ્રાથમિક સુવિધા નહીં મળતાં રોષ જોવા મળી રહ્યો છે.