આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સર્જાયું છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

27મી તારીખે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તાર અને દાદરા નાગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં પણ તમામ જિલ્લાઓ તથા કચ્છમાં પણ વરસાદ વરસવાની આગાહી છે. આવતી કાલે બુધવારે સૌરાષ્ટ્ર અને દિવનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદની આગાહી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code