બ્રેકિંગ@કડી: મિલ માલિક પાસેથી પાંચ લાખ લૂંટી આરોપીઓ છૂમંતર

અટલ સમાચાર, મહેસાણા કડી શહેરમાં ધોળા દિવસે ચકચારી લૂંટની ઘટનાથી હાહાકાર મચી ગયો છે. જીનિંગ મિલના માલિક બેંકમાંથી 5 લાખ લઈને બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમ્યાન પુર્વઆયોજીત કાવતરાના ભાગરૂપે અજાણ્યા બે લૂંટારૂએ તેમને આંતરી ધમકી આપી પૈસા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી લૂંટારૂઓને ઝડપી
 
બ્રેકિંગ@કડી: મિલ માલિક પાસેથી પાંચ લાખ લૂંટી આરોપીઓ છૂમંતર

અટલ સમાચાર, મહેસાણા

કડી શહેરમાં ધોળા દિવસે ચકચારી લૂંટની ઘટનાથી હાહાકાર મચી ગયો છે. જીનિંગ મિલના માલિક બેંકમાંથી 5 લાખ લઈને બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમ્યાન પુર્વઆયોજીત કાવતરાના ભાગરૂપે અજાણ્યા બે લૂંટારૂએ તેમને આંતરી ધમકી આપી પૈસા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી લૂંટારૂઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@કડી: મિલ માલિક પાસેથી પાંચ લાખ લૂંટી આરોપીઓ છૂમંતર

મહેસાણા જીલ્લાના કડી શહેરમાં થોળ રોડ પરની કેશવ જીનિંગ મિલ પાસે 5 લાખની લૂંટથી ખળભળાટ મચી ગયો છે. થોળ રોડ પરની કેશવ જીનિંગ મિલના માલિક બેન્કમાંથી 5 લાખ લઈને દશામાં મંદીર પાસેથી બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમ્યાત વોચ રાખી બેઠેલા બે લૂંટારૂઓએ તેમને આંતર્યા હતા. આ સાથે ધમકી આપી પૈસા ભરેલી બેગ લઈ ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.