બ્રેકિંગ@કડી: જૂથ અથડામણમાં આગેવાનો વચ્ચે મારામારી, અંતે ફરીયાદ

અટલ સમાચાર, કડી કડી શહેરમાં પાટીદાર સમાજના બે આગેવાનો વચ્ચે જૂની અદાવતને લઇ ટેલિફોનિક સંઘર્ષ બાદ જૂથ અથડામણ થઇ હોવાનું સામે આવ્યુ છે. સંતરામસીટી નજીક જીલ્લા યુવા ભાજપ પ્રમુખ અને સામાજીક આગેવાનો વચ્ચે મારામારી થતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે પાટીદાર સામાજીક આગેવાન દિપક પટેલે કડી પોલીસ મથકે યુવા ભાજપ પ્રમુખ સહિત 10થી વધુ
 
બ્રેકિંગ@કડી: જૂથ અથડામણમાં આગેવાનો વચ્ચે મારામારી, અંતે ફરીયાદ

અટલ સમાચાર, કડી

કડી શહેરમાં પાટીદાર સમાજના બે આગેવાનો વચ્ચે જૂની અદાવતને લઇ ટેલિફોનિક સંઘર્ષ બાદ જૂથ અથડામણ થઇ હોવાનું સામે આવ્યુ છે. સંતરામસીટી નજીક જીલ્લા યુવા ભાજપ પ્રમુખ અને સામાજીક આગેવાનો વચ્ચે મારામારી થતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે પાટીદાર સામાજીક આગેવાન દિપક પટેલે કડી પોલીસ મથકે યુવા ભાજપ પ્રમુખ સહિત 10થી વધુ વિરૂધ્ધ ફરીયાદ લખાવી છે. એક જ સમાજના બે જૂથ વચ્ચે સામાજીક અને રાજકીય કારણોસર ટકરાવ થતા ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના કડી શહેરની સંતરામસીટી સોસાયટી નજીક જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે દિપક ઉર્ફે મુન્ના હર્ષદભાઇ પટેલે પોલીસ ફરીયાદ આપી છે. મળતી વિગતો મુજબ દિપક પટેલ અને યુવા ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ અશોકભાઇ પટેલ વચ્ચે શાબ્દિક ટકરાવની સ્થિતિ બની હતી. અગાઉની અદાવતોને લઇ બંને આગેવાનો સમર્થકો સાથે સંતરામસીટી આગળ, તન્વી પાર્લરની નજીક સામ-સામે આવી ગયા હતા. આ દરમ્યાન બંને જૂથ વચ્ચે મારા-મારી દરમ્યાન યુવા ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલે ગડદાપાટુંનો માર મારી દિપક પટેલના ગળામાંથી 40 હજારનો સોનાનો દોરો ઝુંટી લીધો હોવાનું લખાવ્યુ છે.

બ્રેકિંગ@કડી: જૂથ અથડામણમાં આગેવાનો વચ્ચે મારામારી, અંતે ફરીયાદ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રકાશ પટેલ અને દિપક પટેલ 27 અને 72 સમાજના આગેવાન હોઇ સામાજીક ગરમાવો આવ્યો છે. અગાઉ બંને વચ્ચે વિવિધ કારણોસર અદાવત ઉભી થયેલી હોવાથી આજે બંને આગેવાનો સામસામે આવી ગયા હતા. જેમાં યુવા ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલે મારામારી દરમ્યાન ફેંટ પકડી ધોકા વડે માર મારી અને ધમકી આપી હોવાનું દિપક પટેલે કડી પોલીસ મથકે લખાવ્યુ છે. ઘટનાને પગલે કડી સહિત મહેસાણા જીલ્લા રાજકીય અને સામાજીક આલમમાં ચકચાર મચી ગઇ છે.