આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કડી

જુનાગઢની જેમ મહેસાણા લોકસભામાં પણ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયુ હોવાનું સામે આવ્યુ છે. કડી નજીક બોગસ મતદાન થતુ હોવાની વાતને લઇ કોંગ્રેસના બે વકીલો રજૂઆત અને તપાસ કરવા પહોંચ્યા હતા. આ દરમ્યાન બપોરે ત્રણ વાગ્યાના સુમારે સરેરાશ ,૦ થી પ૦ નું ટોળું નારાજ થઇ આક્રમક બન્યુ હતુ. જેમાં બંને વકીલોને પોલીસની હાજરીમાં ઢોર માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. મહામહેનતે મહેસાણા સિવિલ હોસ્પિટલ દાખલ થઇ ફરીયાદની તજવીજ હાથ ધરી છે.

મહેસાણા કોંગ્રેસના લીગલ સેલના હર્ષદ રાવલ અને રાજકિશોર બારોટ કડી તાલુકાના કુંડાળ મતદાન મથકે પહોંચ્યા હતા. સ્થાનિક કોંગ્રેસી આગેવાનોએ બોગસ મતદાન થતુ હોવાની વાત કરતા બંને વકીલ સ્પષ્ટતા કરવા અને જરૂર જણાય તો રજૂઆત કરવા ગયા હતા. જોકે, મતદાન મથકે પહોંચે તે પહેલા જ સરેરાશ ૪૦ થી પ૦ ના ટોળું બંને વકીલો ઉપર તુટી પડયુ હતુ. મતદાન મથકે મુકેલી કારને તોડી બંને વકીલો ઉપર પોલીસની હાજરીમાં હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે.

વધુ ઇજાગ્રસ્ત થાય તે પહેલા જ બંને વકીલોએ સુરક્ષાને ધ્યાને લઇ રજૂઆત બાજુ પર રાખી મહેસાણા તરફ રવાના કર્યુ હતુ. જયાં પૂર્વ જીલ્લા કોંગ્રેસ પમુખ કિર્તિસિંહ ઝાલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઇ જઇ પોલીસ ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, નિતિન પટેલના ગઢમાં બોગસ મતદાનની સ્પષ્ટતા માટે ગયેલા કોંગી વકીલો ઉપર ભાજપના કાર્યકરો ઘ્વારા હુમલો થતાં ચકચાર મચી ગઇ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code