બ્રેકિંગ@કાંકરેજ: બાઇક-ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત, પતિ-પત્નિના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, કાંકરેજ કોરોના મહામારી વચ્ચે કાંકરેજમાં શિહોરી-પાટણ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બાઇક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પતિ-પત્નિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં બંને મૃતકો ઉંબરી ગામના જ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત વાહનચાલકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતકોની લાશને
 
બ્રેકિંગ@કાંકરેજ: બાઇક-ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત, પતિ-પત્નિના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, કાંકરેજ

કોરોના મહામારી વચ્ચે કાંકરેજમાં શિહોરી-પાટણ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બાઇક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પતિ-પત્નિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં બંને મૃતકો ઉંબરી ગામના જ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત વાહનચાલકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@કાંકરેજ: બાઇક-ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત, પતિ-પત્નિના ઘટનાસ્થળે જ મોત

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના ઉંબરી ગામ નજીક આજે બપોરના સમયે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ-શિહોરી હાઇવે પર બાઇક અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર વાઘેલા પંકજસિંહ કહળસિંહ અને વાઘેલા લલીબા પંકજસિંહ બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, બાઇક ટ્રકના ટાયર નીચે આવી જતાં બાઇકના આગળના ટાયર અલગ થઇ ગયુ હતુ. ઘટનાને લઇ શિહોરી પોલીસે મૃતકોની લાશને રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે.