આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકા પંચાયતમાં પ્રમુખની ચુંટણીને લઇ ચાલતી રાજકીય ગતિવિધિમાં પુર્ણવિરામ આવ્યુ છે. કોંગ્રેસના દસ બળવાખોરોએ બાજી પલટી ભાજપને સત્તા અપાવી છે. તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તનને પગલે ખુબ જ ટુંકા સભ્યો સાથે પણ ભાજપના સદસ્ય પ્રમુખ તરીકે ચુંટાઇ આવ્યા છે. પાર્ટીના સભ્યોની વધુ સંખ્યા હોવા છતાં કોંગ્રેસના દાવેદારને માત્ર 11 મત મળતાં કારમી હાર થઇ છે.

બનાસકાંઠા જીલ્લાની કાંકરેજ તાલુકા પંચાયતમાં ચોક્કસ રણનિતિથી આદરેલી ગતિવિધિ અંતે મિશન સુધી પહોંચી છે. અવિશ્વાસની દરખાસ્તથી તમામ સભ્યોએ ભેગા મળી સત્તાધિન કોંગ્રેસના પ્રમુખને દૂર કર્યા હતા. આ પછી ચુંટણી પ્રક્રીયાને અંતે બુધવારે સત્તાપલટો થતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. કાંકરેજ તાલુકા પંચાયતમાં કુલ 30 સભ્યો પૈકી કોંગ્રેસના 21 જયારે ભાજપના 8 અને 1 અપક્ષ ચુંટાઇ આવ્યા હતા. જેમાં પુર્વ પ્રમુખ સામે તમામ સભ્યોની ભયંકર નારાજગી હોઇ અવિશ્વાસ મારફત દૂર કર્યા હતા.

બુધવારે યોજાયેલી પ્રમુખની ચુંટણીમાં કારોબારી અધ્યક્ષ કંચનબેન ઠક્કર તેમજ પુર્વ પ્રમુખ વરધીજી સહિતના 10 કોંગ્રેસી સભ્યોએ ભાજપ તરફી મતદાન કર્યુ હતુ. જેમાં ભાજપના તેજાભાઈ દેસાઈને 19 મત જયારે કોંગ્રેસના કમલેજી ડાભીને 11 મત મળતાં સત્તાપલટો થયો છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, કાંકરેજ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસની મિશ્ર સત્તા વચ્ચે રાજકીય ગરમાવો વધી ગયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code