આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ પંથકમાંથી પસાર નર્મદા કેનાલમાં મંગળવારે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી છે. પ્રેમીયુગલ છેલ્લા ત્રણ દિવસથી ફરાર હોવાથી પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. આ દરમ્યાન કેનાલમાં ડુબ્યા હોવાની જાણ થતા તરવૈયાની મદદથી બહાર કઢાયા છે. જેમાં ભાગી ગયેલા યુવક-યુવતિની ઓળખ બાદ શિહોરી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતી કેનાલમાં પ્રેમી પંખીડાએ નાગપાંચમ દરમ્યાન આપધાત કરી લીધો છે. મોટા જામપુરની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાએ સવારે પડતુ મુકી કોઇ કારણસર આપઘાત કરી લીધો હતો. બંનેની લાશ બહાર કઢાયા બાદ યુવક કાંકરેજ તાલુકાના ધનેરાનો સતીશ પ્રજાપતિ અને યુવતિ પાટણ તાલુકાના ખાનપૈડાની મમતા દેસાઇ હોવાનું બહાર આવ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અલગ-અલગ તાલુકાના યુવક-યુવતિ છેલ્લા કેટલાય સમયથી પ્રેમસંબંધમાં હોવાનું મનાય છે. સંબંધમાં અનેક મુશ્કેલીઓ અને સામાજીક બંધનો વચ્ચે ત્રણ દિવસથી ઘરેથી ભાગી ગયા હતા. છેલ્લા ત્રણ દિવસથી ફરાર આ પ્રેમી પંખીડાઓને તેમના પરિવારજનો શોધતા હતા. મંગળવારે સવારે પ્રેમીયુગલનો મૃતદેહ મળી આવતા પરિવારજનો આઘાતમાં સરી ગયા છે. શિહોરી પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code