આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા શહેરમાં આવેલી જાણીતી હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઓચિંતી તપાસ શરૂ થઈ છે. મંગળવારે મોડી રાત્રે જાતિય પરિક્ષણને લઈ તપાસ બાદ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. મહિલા ડોક્ટરની હોસ્પિટલમાં પીસીપીએન્ડડીટી હેઠળ રેડ કરવામાં આવી છે.સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આવેલી દ્વપદ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. મંગળવારે રાત્રે 12 વાગ્યા સુધી જાતિય પરિક્ષણને લઈ તપાસ ચાલુ હતી. જેમાં રેકર્ડનો અભાવ સહિતના મુદ્દે ગંભીર ક્ષતિઓ સામે આવતા બે સોનોગ્રાફી મશીન સ્થળ ઉપર જ સીલ કરી દેવામાં આવ્યા છે. આ સાથે નોટીસ આપવાની તૈયારી પણ કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડો. દક્ષાબેન પટેલ જાણીતા ગાયનેક હોવાથી ઓચિંતી તપાસ બાદ ચકચાર મચી ગઇ છે. એક મહિલા ડોક્ટરની હોસ્પિટલમાં બાળકની જાતિની તપાસ થતી હોવાના મુદ્દે રેડ પડતાં આરોગ્ય આલમમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code