બ્રેકિંગ@ખેડબ્રહ્મા: નર્સ પર હુમલો કરનાર યુવાને કર્યો આપઘાત, થયું મોત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકાની જનરલ હોસ્પિટલમાં નર્સ ઉપર હુમલો થયો હતો. હુમલો કરનાર યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. હુમલાની ઘટનાને પગલે યુવાન સામે ફરિયાદ દાખલ થઈ હતી. ખેડબ્રહ્માના રાધિવાડ ગામના ભવાનસિંહ સોલંકી (ઉ. 27)નામના યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ગત 17
 
બ્રેકિંગ@ખેડબ્રહ્મા: નર્સ પર હુમલો કરનાર યુવાને કર્યો આપઘાત, થયું મોત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) 

ખેડબ્રહ્મા તાલુકાની જનરલ હોસ્પિટલમાં નર્સ ઉપર હુમલો થયો હતો. હુમલો કરનાર યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. હુમલાની ઘટનાને પગલે યુવાન સામે ફરિયાદ દાખલ થઈ હતી.

ખેડબ્રહ્માના રાધિવાડ ગામના ભવાનસિંહ સોલંકી (ઉ. 27)નામના યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ગત 17 જુલાઈએ રાત્રિના સમયે કોઈ કારણસર હોસ્પિટલના દરવાજાનું કાચ તોડી ધમાલ મચાવી હતી. જેથી સવારે નર્સે પૂછપરછ કરતાં યુવકે ગુસ્સે થઈને ચાર પાંચ લાફા મારી ઝીંકી દીધા હતા.
ઘટનાને પગલે હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં ભવાનસિંહ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

જોકે સારવાર ચાલુ હોવાથી યુવકને ખેડબ્રહ્મા હોસ્પિટલથી હિંમતનગર રીફર કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અચાનક ઘેર આવી ગયો હતો. આ પછી યુવકે અગમ્ય કારણોસર આજે સાંજે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી છે. યુવકના સમગ્ર ઘટનાક્રમને પગલે મામલો ચર્ચાસ્પદ બન્યો છે.