આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા શહેરમાં અકસ્માતના બનાવો વધી રહયા છે. શહેરના શીત કેન્દ્ર નજીક બુધવારે ટેમ્પો અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરો ચાલક ગંભીર રીતે ઘવાતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરના શીત કેન્દ્ર નજીક બુધવારે સવારે ઇડર થી ખેડબ્રહ્મા તરફ જઈ રહેલી એક બોલેરો ચાલક રોડ ક્રોસ કરી રહયો હતો તે દરમ્યાન ટેમ્પો ચાલકે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરો ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code