બ્રેકિંગ@ખેડબ્રહ્મા: ફેક્ટરીમાં મજૂરી કરતા યુવાનની લાશ મળી આવતા ચકચાર

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જીલ્લામાં લાશ મળવાનો સીલસીલો યથાવત છે. ત્યારે ખેડબ્રહ્માના જગમેર પાટીયા પાસેથી બુધવારે વહેલી સવારે એક આશાસ્પદ યુવાનની લાશ મળતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા ખેડબ્રહ્મા પોલીસે સ્થળ પર પહોંચો મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ખેડબ્રહ્માના જગમેર પાટીયા પાસે આવેલ લોખંડના
 
બ્રેકિંગ@ખેડબ્રહ્મા: ફેક્ટરીમાં મજૂરી કરતા યુવાનની લાશ મળી આવતા ચકચાર

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જીલ્લામાં લાશ મળવાનો સીલસીલો યથાવત છે. ત્યારે ખેડબ્રહ્માના જગમેર પાટીયા પાસેથી બુધવારે વહેલી સવારે એક આશાસ્પદ યુવાનની લાશ મળતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા ખેડબ્રહ્મા પોલીસે સ્થળ પર પહોંચો મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડબ્રહ્માના જગમેર પાટીયા પાસે આવેલ લોખંડના પીપળા બનાવતી ખાનગી કંપનીમાં મજુરી કરતા મૂળ રાજસ્થાનના સુમેરપુરના લૂંદાડાના યુવકની લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મૃતકની લાશ ફેકટરીની પાછળ ૧૦૦૦ ફુટ દૂર લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી હોવાથી આત્મહત્યા કે હત્યા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક સમયથી આ યુવાન ફેકટરીમાં નોકરી કરતો હતો. ગત મોડી રાત્રે 11.30 વાગે યુવાન ઓરડી પરથી જતો રહ્યો હતો અને વહેલી સવારે તેની લાશ લીમડા પર લટકેલી હાલતમાં મળતા પોલીસે પણ હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ તેજ બનાવી છે. જોકે પોલીસે યુવાનના પરિવારજનોને જાણ કરતા પરિજનો રાજસ્થાનથી ખેડબ્રહ્મા આવવા રવાના થઇ ગયા છે.